પાટણ જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય લણવાની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ રંગારંગ કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પરીક્ષાઓ અને ખેલકુદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણના લણવા ખાતેની નવોદય વિદ્યાલયમાં સિલ્વર જુબલી મહોત્સવ યોજાયો - 25 years
પાટણઃ જિલ્લાના લણવા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયના 25 વર્ષ પૂર્ણ થતા સંસ્થા દ્વારા સિલ્વર જુબલી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવોદય વિદ્યાલય માં સિલ્વર જુબલી મહોત્સવ યોજાયો
આ ઉપરાંત ગીત સંગીત, મિમિક્રી નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રદર્શની પણ યોજાયા હતા. તો સાથે-સાથે વૃક્ષા રોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, હેમ.ઉ.ગુ.યુનિ. ના કુલપતિ ડૉ અનિલ નાયક સહિત શૈક્ષણિક સામાજિક અને રાજકીય આગેવાનો ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવાર સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.