- નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
- આગામી રવિવારે 28 ફ્રેબુઆરીએ થશે મતદાન
- વધારે મતદાન થાય તે માટે તંત્ર દ્વારા ઝૂંબેશ
પાલનપુરની ધનિયાણા આંગણવાડી ખાતે મતદાન માટે સિગ્નેચર કેમ્પેઈન અને પોસ્ટર પ્રદર્શન યોજાયું - District Primary Education Officer
'ચાલો કરીએ સૌ મતદાન, દેશને બનાવીએ મહાન' આ નારાને સાકાર કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં SVAP (State voters Awareness Programme) કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

ધનિયાણા આંગણવાડી ખાતે મતદાન માટે સિગ્નેચર કેમ્પેઈન
બનાસકાંઠા :28 ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નોડલ ઓફિસર મુકેશભાઇ ચાવડાના આયોજન મુજબ મતદારોને જાગૃત કરવા ચૂંટણી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.