ગુજરાતીઓનો પ્રિય ખોરાક એટલે ફાફડા જલેબી, જેનું આજના દિવસે ખાસ મહત્વ હોય છે. કારણ કે, નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓએ નવ દિવસ ઉપવાસ રાખ્યો હોય છે. ઉપવાસ પૂરા થયા બાદ ચણાના લોટથી બનેલી વાનગી ખાવાની હોય છે, ત્યારે દશેરાના દિવસે ચણાના લોટથી બનેલા ફાફડા અને જલેબીથી ઉપવાસ પૂરો કરે છે. દશેરાના દિવસે શ્રીરામએ રાવણ પર વિજય મેળવ્યો હતો એટલે એ પણ કહેવાય છે. શ્રીરામના સત્યની જીતને ઉજવવા સ્વીટમાં લોકો શ્રીરામને પ્રિય જલેબી આરોગે છે.
અંબાજીમાં ફાફડા અને જલેબીને લઇ ગ્રાહકોનો ધસારો - latest news of dashera
અંબાજીઃ આજે દશેરાના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. રાવણ દહન એટલે દશેરા, તે દિવસનો મહિમા અલગ હોય છે. દશેરાના દિવસે લોકો લાખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગે છે. આજે દશેરાને લઈ અંબાજીમાં જલેબી ફાફડાના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી.
આજે દશેરાને લઈ અંબાજીમાં જલેબી ફાફડાના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી. જોકે મોટા શહેરોમાં પહેલેથી જ બનાવીને સ્ટોક રાખવામાં આવે છે. પરંતુ, અંબાજીમાં જેમ જેમ ગ્રાહકો આવે છે, તેમ અહીં ફાફડા અને જલેબી ગરમાગરમ બનાવીને આપવામાં આવે છે. જે ગ્રાહકોને વધુ આકર્ષિત કરે છે. જોકે મોટા શહેર કરતા અંબાજીમાં લોકોને અનુકુળ આવે તેવા વ્યાજબી ભાવમાં ફાફડા જલેબી ઉપલબ્ધ છે. અંબાજીમાં ફાફડા અને જલેબી કપાસિયા તેલમાં બનાવીને આપવામાં આવે છે. જેમાં જલેબી રૂપિયા 150 થી 200 રુપીયા અને ફાફડા 300 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. અહીંયા ફાફડા જલેબીની સાથે પાતરાના ભજીયા પણ વેચતા જોવા મળ્યા હતાં.