બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા અને પાલનપુરમાં સતત વધતા જતા કોરોનાવાઇરસના કેસો વચ્ચે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા કોરોનાવાઇરસના કેસોમાં ઘટાડો થાય તે માટે ચાર વાગ્યા બાદ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવી છે. પરંતુ બીજાને પાલનપુરમાં કલેકટરના જાહેરનામાનો દુકાનદારોને કઈ લેવાદેવા ના હોય તેમ ખુલ્લેઆમ પોતાનો ધંધો કરી રહ્યા છે. ત્યારે ચાર વાગ્યા બાદ દુકાનો ખુલ્લી હોવાની બાતમીના આધારે ડીસા અને પાલનપુરમાં અનેક લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા દુકાનદારો પાસે દંડ વસુલાયો
કોરોના વાઇરસના વધતા જતા કેસો વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા ચાર વાગ્યા બાદ તમામ ધંધા-રોજગાર બંધ કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે ડીસામાં આ જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારો સામે ડીસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ડીસા અને પાલનપુરમાં જિલ્લા કલેક્ટરે 10 જુલાઈથી 20 જુલાઈ સુધી સવારે 7:00થી બપોરે 4:00 વાગ્યા સુધી બજાર ખુલ્લી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ કેટલાક વેપારીઓ આ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જેને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ડીસામાં રેડીમેડ હોલસેલ એસો.ના ઉપપ્રમુખ શાહ રસિકલાલ ધુડાલાલ નામની પેઢીના માલિક રાકેશભાઈ રસિકલાલ શાહ અને તેમના ત્યાં કામ કરતાં મયુરભાઈ હરેશભાઈ લોધા, ચંદનપુરી રમેશપુરી ગોસ્વામી અને રમેશકુમાર ભગાજી માળી સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇને વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.