- ગબ્બરની સામેની એક મોટાડુંગરા પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
- જમીન સ્તરથી 1000 ફૂટની ઊંચાઈએ ધૂણીવાળી સ્થળે ભગવાન ભોળાનાથનું મંદિર બન્યું
- આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
બનાસકાંઠા: ગબ્બરની સામે સંત ડુંગર પુરી મહારાજની અતિ પ્રાચીન ધૂણી આવેલી છે. જે જમીન સ્તરથી 1000 ફૂટની ઊંચાઈએ ધૂણી વાળા સ્થળે ભગવાન ભોળાનાથની મંદિર બનાવી વિધ્વાન શાસ્ત્રીઓ દ્વારા અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરે જવાનો માર્ગ જે પહાડીમાંથી પસાર થાય છે. તે માર્ગ પર શ્રદ્ધાળુંઓની અવર-જવર આકર્ષક બની હતી. મંદિરે જવાનો માર્ગ જે પહાડીમાંથી પસાર થાય છે. તે માર્ગ પર શ્રદ્ધાળુંઓની અવર-જવર આકર્ષક બની જંગલના રમણીય નજારો જોવા મળે છે.