ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં જુગારધામ પર રેડ, 14 જુગારીઓની ધરપકડ - Shihori police Raid on gambler

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સિહોરી પોલીસે રેડ કરી હતી. જ્યાં પોલીસે મુદ્દામાલ સાથે 6 જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી શિહોરી પોલીસની જુગારધામ પર રેડ, 26320ના મુદ્દામાલ ઝડપાયો
કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી શિહોરી પોલીસની જુગારધામ પર રેડ, 26320ના મુદ્દામાલ ઝડપાયો

By

Published : Jun 26, 2020, 7:13 PM IST

Updated : Jun 26, 2020, 7:19 PM IST

શિહોરી પોલસની જુગારીઓ પર રેડ

  • પોલીસે બે અલગ-અલગ જગ્યાએ જુગારધામ પર પાડી રેડ
  • રેડમાં પોલીસે 14 જુગારીઓને રંગે હાથ ઝડપ્યા
  • પોલીસે કુલ 26,320 રૂપિયા સાથે મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠાઃ જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામે છેલ્લા ઘણા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું. જ્યાં સિહોરી પોલીસને બાતમી મળતા લક્ષ્મીપુરા ગામે જુગારધામ પર વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીના આધારે જુગારધામ ચાલુ થતા જ સિહોરી પોલીસે લક્ષ્મીપુરા ગામમાં દરોડા પડ્યા હતા. જેમાં 8 જુગારીઓ 10540 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી શિહોરી પોલીસની જુગારધામ પર રેડ, 26320ના મુદ્દામાલ ઝડપાયો

જ્યારે રેડમાં બે આરોપીઓમાં ફરાર થવામાં સફળ રહ્યા હતા. તો બીજી તરફ સિહોરી પોલીસે અરણીવાડા ગામે પણ દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે 6 જુગારીઓને ઝડપી 15,780 રૂપિયા ઝડપી પાડયા હતા. આમ સિહોરી પોલીસે બે અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરતા મોટી સંખ્યામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી શિહોરી પોલીસની જુગારધામ પર રેડ, 26320ના મુદ્દામાલ ઝડપાયો
Last Updated : Jun 26, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details