- અંબાજીમાં શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો
- ગરબા બંધ રહેતા ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો
- 300 લીટર દૂધપૌંઆના પ્રસાદનું વિતરણ કરાયું
અંબાજી : દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ એટલે શરદપૂર્ણિમા હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે. શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યાં અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણો વચ્ચે ચાંદીના બેડામાં દૂધપૌંઆ મુકવામાં આવ્યા હતા. રાત્રીના બાર કલાકે માતાજીને નૈવેધ ધરવામાં આવ્યુ હતુ તેમજ કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે.
ગરબા બંધ રહેતા ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો