ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાની જી.જી માળી વિદ્યાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઈ - ડીસા સમાચાર

બનાસકાંઠાના ડીસામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશ હજારથી વધુ ભક્તોએ ભાગ લઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

ડીસા
ડીસા

By

Published : Jan 27, 2020, 8:16 PM IST

બનાસકાંઠાઃ ભગવાન સ્વામિનારાયણએ આ પૃથ્વી પર આવી ઉત્સવોના નવા સ્વરૂપ આપ્યા, જેમાનું એક શાકોત્સવ સામેલ છે. આ ઉત્સવ બનાસકાંઠાના ડીસા ખાતે જી. જી. માળી વિદ્યા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાકોત્સવની ઉજવણીમાં સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રવચન આપવા સારંગપુરથી સાધુ વિવેકાનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

ડીસાની જી.જી માળી વિધાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઇ

વિવેકાનિષ્ઠ સ્વામીએ કૃષ્ણ યુગ અને અત્યારના યુગના તફાવત વિશે ભક્તોને માહીતગાર કર્યા હતા. આ શાકોત્સવમાં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ ભક્તોએ પ્રવચન સાંભળ્યું હતું. જ્યારે વિવિધ શાકભાજીમાંથી બનાવેલા શાક અને રોટલાનો પ્રસાદ દશ હજાર ભક્તોએ લીધો હતો. આ શાકોત્સવમાં યજમાન તરીકે સ્વ. ગોરધનજી ગીગાજી પરિવાર રહ્યું હતું. આ પરિવારે તમામ ખર્ચ ઉપાડી સમગ્ર શાકોત્સવનું આયોજન કર્યું હતું. આ શાકોત્સવનું મહત્વ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ઉત્તમપ્રિયદાસજી મહારાજએ સમજાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details