બનાસકાંઠા: ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માલગઢ ગ્રામ પંચાયતના (malgadh panchayat of disa) મહિલા સરપંચ સામે સ્થાનિક ગ્રામજનોએ ગેરરીતીના ગંભીર આરોપ લગાવ્યા (allegation against sarpanch of malgadh village) છે. ગ્રામજનોનું માનવું છે કે માલગઢમાં આવેલી કુડા વાળી ઢાણીમાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાંણા ઉઠાવી લેવામાં આવ્યા (Sewer scam in malgadh village) છે. જ્યારે સ્થળ પર ગટરનું કોઈ જ નામો નિશાન (Sewer scam in malgadh village) નથી.
આ પણ વાંચોસાબરમતી નદી પર બે ડેમને મંજૂરી આપતા લોકોએ આપી આંદોલનની ચીમકી
ગટર કૌભાંડ સામે આવ્યું:કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો વધુમાં વધુ થાય તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પંચાયતોમાં ફાળવવામાં આવે (Sewer scam in malgadh village) છે. ત્યારે ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામના રહીશો અત્યારે સરપંચના વહીવટને લઈ નિરાશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં માલગઢ ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાનો સ્થાનિક સરપંચ દ્વારા દાવો કરવામાં આવ્યો (Sewer scam in malgadh village) હતો. પરંતુ સરપંચના આ દાવા સાથે સ્થાનિક ગ્રામજનો સહમત નથી. ગ્રામજનોનું માનવું છે કે માલગઢ ગામમાં આવેલી કુડા વાળી ધાણી વિસ્તારમાં ગટર બનાવવાના નામે સરપંચ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. જયારે સ્થળ પર કોઈ જ ગટરનું કામ કરવામાં આવ્યું નથી. જ્યાં ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં અત્યારે પણ મુખ્ય માર્ગ પર પાણી રેલાતું નજરે (Sewer scam in malgadh village) પડી રહ્યું છે.