ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી RTO ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા - latestambajinews

બનાસકાંઠા : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા RTO કચેરીમાં જવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરી છે. જેના પગલે સૌપ્રથમ ગુજરાતની 16 RTOઓ ચેકપોસ્ટ પર આજથી તાળાં મારી દેવામાં આવ્યા છે.

etv bharat banaskatha

By

Published : Nov 20, 2019, 3:26 PM IST

યાત્રાધામ અંબાજીની રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી RTO કચેરીને પણ આજે તાળા મારી દેવામાં આવ્યા હતા. અંબાજી RTO ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો આજે બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા હતા. આ ચેકપોસ્ટ ઉપર લાંબી કતારો અને ભીડ આજે સુમસામ બની છે એટલું જ નહીં અંબાજીની RTO કચેરીનુ નવુ બાંધકામ 26 મી જાન્યુઆરી 2019માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જ ખુલ્લી મુકવામાં આવી હતી. પણ આજે આ કચેરીને તાળા લાગી ગયા છે. એટલું જ નહીં કચેરીની મશીનરી અન્ય ઓફિસોમાં તબદીલ કરાઈ છે.

વાહનો બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા

અધિકારી સહિતના સ્ટાફ પણ બીજી કચેરીમાં બદલી દેવામાં આવ્યો છે. આ RTO કચેરીઓ બંધ કરી દેવાતા રાજસ્થાન તરફ જતા અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહન ચાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક લોકોને એવું પણ કહેવું હતું કે અમારી એન્ટ્રી લેવાતી હતી. હવે તેમાંથી તમને મુક્તિ મળે છે જેથી સરકારનો પણ આભાર માનતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details