ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ડીસામાં આજે નગરપાલિકા દ્વારા શહેરના લોકોને સરકારી યોજનાનો ઘરે બેઠા લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

seva setu campaign in disa

By

Published : Oct 11, 2019, 7:15 PM IST

રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. પરંતુ સરકારી આ યોજનાઓથી પ્રજાજનો અજાણ હોવાના લીધે સરકારી લાભથી લોકો વંચિત રહી જતાં હોય છે. યોજનાના લાભ માટે સરકારી પુરાવા એકત્રિત કરવામાં લોકોને મોટી મુશ્કેલી પડતી હોય છે.

ડીસામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ડીસા નગરપાલિકા સંચાલીત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજના અંગે સમજણ આપવા ઉપરાંત સરકારી પુરાવા કાઢી આપવામાં આવ્યા હતા. એક જ સ્થળે સરળતાથી સરકારી પુરાવા નીકળી જાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details