ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં રચના કંટ્રકશનની લાપરવાહી, પુલ પરથી લોખંડનું પતરું પડતા દંપતી ગંભીર રીતે ઘાયલ - ગોરધન પાર્ક

બનાસકાંઠા રચના કંટ્રકશન નામની કંપનીની ગંભીર લાપરવાહી સામે આવી છે. કંપની દ્વારા ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન કોઈ જ સલામતી રાખવામાં આવી રહી નથી. જેથી લોકો મુશકેલીમાં મુકાયા છે જેના કારણે લોકોમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

ડીસામાં રચના કંટ્રકશનની લાપરવાહી, પુલ પરથી લોખંડનું પતરું પડતા દંપતી ગંભીર રીતે ઘાયલ
ડીસામાં રચના કંટ્રકશનની લાપરવાહી, પુલ પરથી લોખંડનું પતરું પડતા દંપતી ગંભીર રીતે ઘાયલ

By

Published : Oct 13, 2020, 9:02 AM IST

બનાસકાંઠાઃ ડીસામાં 222.74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફલાયઓવરની કામગીરી કરી રહેલી રચના કંટ્રકશન નામની કંપનીની ગંભીર લાપરવાહી એકવાર ફરી સામે આવી છે. આજે આ બ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન અહીથી પસાર થતાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વારંવાર બની રહેલી અકસ્માતોની ઘટના બાદ પણ રચના કંટ્રકશન કંપની દ્વારા કોઈ જ સલામતી રાખવામાં ન આવતી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

ડીસામાં અત્યારે રચના કંટ્રકશન કંપની દ્વારા 222.74 કરોડના ખર્ચે ફલાયઓવરનું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરી દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષાને ધ્યાને રાખવામા આવી રહી ન હોવાથી વારંવાર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. અગાઉ ડીસામાં ચાલી રહેલી આ કંપનીના એક મજૂરનું પિલ્લર પરથી પટકાતાં મોત નીપજયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ આ રચના કંટ્રકશન કંપની દ્વારા ચાલી રહેલી આ કામગીરી દરમિયાન આખે આખી ક્રેન તૂટી પડી હતી.

ડીસામાં રચના કંટ્રકશનની લાપરવાહી, પુલ પરથી લોખંડનું પતરું પડતા દંપતી ગંભીર રીતે ઘાયલ

ડીસાના ગાયત્રી મંદિર નજીક બનેલી આ ઘટના દરમિયાન ગનીમતે કોઈ જ જાનહાનિ થઈ ન હોતી પરંતુ આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. વારંવાર સર્જાતી આવી દુર્ઘટના બાદ પણ રચના કંટ્રકશન કંપની દ્વારા કોઈ જ સાવચેતી રાખવામાં આવી રહી નથી. જેના લીધે લોકોના જીવ જોખમમાં છે, ત્યારે આજે ડીસા શહેરમાં આવેલા ગોરધન પાર્કમાં રહેતો ભાવેશ ગોસ્વામી નામનો યુવક તેની પત્ની અને બે બાળકો સાથે દવાખાને તેમની દીકરીની સારવાર માટે જતો હતો, ત્યારે ડીસા શહેરના જલારામ મંદિર નજીક રચના કંટ્રકશન કંપની દ્વારા રસ્તો બ્લોક કર્યા વગર કામગીરી ચાલુ હતી.

ડીસામાં રચના કંટ્રકશનની લાપરવાહી, પુલ પરથી લોખંડનું પતરું પડતા દંપતી ગંભીર રીતે ઘાયલ

જેથી પુલ પરથી મોટું પતરું પડતાં ભાવેશ ગોસ્વામી અને તેની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમના નાના બે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક આ બંને પતિ-પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ દંપતીએ રચના કંટ્રકશન કંપનીની લાપરવાહી વિષે વધુ વાત કરી હતી.

લોકોના જીવ પર જોખમ સર્જીને કામ કરી રહેલી રચના કંટ્રકશન કંપનીની આ લાપરવાહી બાબતે જ્યારે કંપનીના જવાબદાર અધિકારીઓએ પૂછપરચ્છ કરતા તે પણ કઈ જ કહેવાનો ઇન્કાર કરે તે ખૂબ જ શરમજનક બાબત છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રએ પણ આ બાબતે હવે ગંભીર બનવાની જરૂર છે. નહિતર આગામી સમયમાં આ રચના કંટ્રકશન સામે મોટું જન આંદોલન થઇ સકે છે.

ABOUT THE AUTHOR

...view details