પાલનપુર- બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે (Palanpur Court) એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર અધિકારીને (Officer convicted under the Triple talak Act in Banaskantha) કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જોકે ગુજરાતમાં કદાચ ટ્રિપલ તલાક મામલે (Sentence in Gujarat's first triple talak case )અધિકારીને સજા ફટકારી હોય તેઓ આ પ્રથમ કિસ્સો (Sentence in Gujarat's first triple talak case)માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ત્રિપલ તલાખનો પહેલો કિસ્સો, પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી
શું હતો આ ટ્રિપલ તલાક કેસ - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરીના વતની સઇદા (નામ બદલ્યું છે)ના લગ્ન હેબતપુરના વતની શોએબ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી સઇદાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ શોએબને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે શોએબને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી શોએબ તે યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ શોએબે તેની સાથે સંબંધો રાખતા હિન્દુ યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી સઇદાએ વિરોધ કરતા શોએબે ગડદાપાટુનો માર મારી ત્રણવાર તલાક તલાક તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી.