ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ અંગે સરકારને આપ્યુ આવેદન - palanpur news

કોરોનાની મહામારીના સમયમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ પણ વિવિધ માગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યું હતું અને જો સરકાર માગણીઓ નહીં સ્વીકારે તો તબીબોએ રાજીનામાં આપી હડતાલ પર ઉતરવાના સંકેતો આપ્યા છે.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ અંગે સરકારને આપ્યુ આવેદન
બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ અંગે સરકારને આપ્યુ આવેદન

By

Published : May 8, 2021, 1:45 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં વધારો
  • તમામ સરકારી હોસ્પિટલ્સ કોરોના દર્દીઓથી ઉભરાઇ
  • કોરોના વાઇરસની મહામારીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની અનોખી સેવા


બનાસકાંઠાઃ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી. જેમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને મેડિકલ ઓફિસર વચ્ચેનો ભેદભાવ દૂર કરી સમાન પગાર આપવા માટેની માગ કરાઇ છે.

આ પણ વાંચોઃસુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઇએ

આ સિવાય કેન્દ્રના ધોરણે NPA આપવા અને સેલરી ઉપરાંત ઇનસેન્ટિવની જોગવાઈ કરવાની પણ માગ કરવામાં આવી છે. સરકારી મેડિકલ ઓફિસરોની માગ છે કે, દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઇએ. 60 હજારની જગ્યાએ લીગલ 84 હજાર મળવા જોઈએ અને જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં તમામ તબીબો એકસાથે રાજીનામાં આપી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ સાથે સરકારને આપ્યુ આવેદન

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઇ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સતત વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે હાલમાં સરકારી હોસ્પિટલ્સમાં ડોક્ટરો અને સરકારી હોસ્પિટલનો સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાતદિવસ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ સાથે સરકારને આપ્યુ આવેદન

આ પણ વાંચોઃહોસ્ટેલની માંગણી સાથે 200થી વધુ ઈન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

500થી વધુ ડોકટરો અને સિવિલ સ્ટાફ હોસ્પિટલ્સમાં રાત-દિવસ કોરોના દર્દીઓને સાજા કરવા સેવા આપી રહ્યા છે

ડીસા અને પાલનપુરમાં કોરોના દર્દીઓના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે ડીસા અને પાલનપુરમાં આવેલી સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તેને લઇ હાલમાં 500થી વધુ ડોકટરો અને સિવિલ સ્ટાફ હોસ્પિટલ્સમાં રાત દિવસ કોરોના દર્દીઓને સાજા કરવા સેવા આપી રહ્યા છે. તેમને નથી તો તેમના પરિવારને મળવાનો સમય કે નથી તો કોવિડ હોસ્પિટલથી બહાર નીકળવાનો સમય. તમામ ડોક્ટરો અને સ્ટાફ સરકારી હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે, તે પ્રમાણે તમામ લોકોને કોરોના વોરિયર્સ કહી શકાય.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માગ અંગે સરકારને આપ્યુ આવેદન

ABOUT THE AUTHOR

...view details