ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનેરા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી - chairman-vice chairman election

બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં આજે ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે પૂનઃ ભૂરાભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા જ્યારે વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થયા છે. આ અંગે માર્કેટ યાર્ડના નવનિયુક્ત ચેરમેન ભૂરાભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું હતુ કે, ખેડૂતોએ અમારી પર ભરોસો રાખી ફરી એકવાર માર્કેટયાર્ડ પર સત્તા અપાવી છે અને આગામી સમયમાં ખેડૂતોના વિકાસના કામમાં ફરી એકવાર હંમેશા ભાગે બનીશું.

ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી
ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

By

Published : Apr 1, 2021, 8:08 PM IST

Updated : Apr 1, 2021, 9:36 PM IST

  • ધાનેરા માર્કેટયાર્ડની ત્રણ મહિના અગાઉ ચૂંટણી યોજાઈ હતી
  • ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રથમવાર સૌથી વધારે મતદાન થયું હતું
  • ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ
  • ચેરમેન ભૂરાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે માનસિંગ વાઘેલાની વરણી કરાઈ
    ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં આવેલા રાયડાના મોટા માર્કેટયાર્ડ ધાનેરા માર્કેટના ડિરેક્ટરોની 15 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમા માર્કેટયાર્ડની યોજાયેલી ચૂંટણીની મતગણતરીમાં ચૂંટણીના પરીણામ જાહેર કરવામાં આવતાં વર્તમાન પેનલના 7 અને પરીવર્તન પેનલના 3 ઉમેદવાર વિજયી બન્યા હતા. જેમાં ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલના કુલ 13 ઉમેદવારોની જીત થતા ફરી એકવાર સત્તા પર અકબંધ રહ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 16 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જ્યારે 10 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રથમવાર સૌથી વધારે મતદાન થયું હતું

ધાનેરા માર્કેટયાર્ડ ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી આવી હતી. જેમાં ઓવરઓલ 98.63 ટકા અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બન્ને પેનલો વચ્ચે કાંટાની ટક્કર હતી, પરંતુ મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થયું અને ખેડૂત વિભાગની સાત બેઠકોમાં વર્તમાન પેનલ વિજેતા બની હતી. જ્યારે ત્રણ બેઠકોમાં પરિવર્તન પેનલ વિજેતા બની હતી.

ધાનેરા માર્કેટયાર્ડમા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

આ પણ વાંચોઃજામનગર ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર

માર્કેટયાર્ડની ચૂંટણીમાં વિકાસ ચેનલ ભૂરાભાઈ પટેલની પેનલનો વિજય થયો હતો

ધાનેરા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અગાઉ માર્કેટયાર્ડની ચૂંટણીમાં વિકાસ ચેનલ ભૂરાભાઈ પટેલની પેનલનો વિજય થયો હતો. ત્યારબાદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે વિકાસ પેનલના ભૂરાભાઈ પટેલની સામે દજાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ગજાભાઈ પટેલને માત્ર 4 મત મળ્યા હતા, જ્યારે ભૂરાભાઈ પટેલને 15 મત મળતા તેઓ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેનનો દબદબો યથાવત રહેતા ફરી સત્તારૂઢ થયા છે. નવનિયુક્ત ચેરમેન ભૂરાભાઈ પટેલે ખેડૂતોના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેવાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃવલસાડ ન્યુ હાઉસિંગ બોર્ડમાં પ્રમુખ અને સેક્રેટરી પદની ચૂંટણી યોજાતા બબાલ

Last Updated : Apr 1, 2021, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details