બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને માવસરી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને કરા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે હાલમાં રવી સીઝનનો તૈયાર પાક ખળામાં હોઈ ખેડૂતો જે લેવાની તૈયારી કરી રહ્યા છે. તેઓને ભારે નુકસાન થવાની શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ વચ્ચે કમોસમી માવઠું - લોકડાઉન ન્યૂઝ
કોરોના વાઈરસના પગલે લોકડાઉનની પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં હવામાન અચાનક પલટો આવતા સરહદી વિસ્તાર વાવ તાલુકામાં કરા સાથે માવઠું થતા રવીપાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. જ્યારે આકાશી આફતથી અહીં રોગચાળો વધુ ફેલાય તેવી શકયતાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
![બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ વચ્ચે કમોસમી માવઠું banaskatha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6944097-20-6944097-1587873693529.jpg)
ભર ઉનાળે કમોસમી માવઠુ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોનાના કહેર વચ્ચે વાવ તાલુકાનું મીઠાવીચારણ ગામ કોરોના હોટસ્પોટ બન્યું છે અને તેની આજુબાજુના 8 કિલોમીટરના વિસ્તારો પણ બફર ઝોનમાં છે.
આ વિસ્તારમાં કમોસમી માવઠું થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.લોકોને જ્યારે ઘરમાં જ રહેવાનું છે ત્યારે ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિમાં રહેતા લોકોને કમોસમી વરસાદના પગલે ભારે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ કમોસમી માવઠાના કારણે ઓણ વિસ્તારમાં કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાય તેવી ભીતિ પણ આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે.