- બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ઋતુ દરમિયાન સાર્વત્રિક વરસાદનું આગમન
- વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો અને ડેન્ગ્યૂના કેસમાં વધારો
- જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક દિવસથી ડીસામાં વધુ પડતા વરસાદથી ચારે બાજુ વરસાદી પાણી ભરાયાં હતાં. વરસાદ બાદ રોગચાળામાં વધારો (seasonal Epidemic )જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી પાણીના કારણે હાલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સતત રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે અને આ વરસાદી પાણીમાંથી મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. હાલમાં તાવ, શરદી, ખાંસી જેવી બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
Dengueના કેસો વધ્યાં
આ વખતે ડેન્ગ્યૂના કેસો 40થી વધુ નોંધાયા છે. કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી .છે સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતા વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.