ગુજરાત

gujarat

ETV Bharat / state

School Reopening in Gujarat: અંબાજીમાં શાળાઓ શરૂ તો થઈ પણ વિદ્યાર્થીઓ ક્યાં? - Schools in Ambaji

કોરોના મહામારીની ત્રીજી લહેરને લઇ ગત 7 જાન્યુઆરીથી બંધ થયેલી શૈક્ષણિક સંસ્થાઓ (School Started In Ambaji) એક મહિના બાદ સોમવારથી ફરી શરૂ કરવામાં આવી હતી. સરકારની SOP અને કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ થયેલી અંબાજીની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી.

School Reopening in Gujarat
School Reopening in Gujarat

By

Published : Feb 8, 2022, 9:04 AM IST

બનાસકાંઠા:યાત્રાધામ અંબાજીમાં 7 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પણ એકલ દોકલ સંખ્યામાં વિદ્યાર્થીઓ નજરે પડતા હતા. શાળાઓમાં બાળકોનો કિલ્લોલ ગુંજવો જોઈએ તેના બદલે શાળાઓ શરૂ થવા છતાં સન્નાટો (attendance of students was negligible) જોવા મળ્યો હતો. તેમાં પણ ધોરણ 1થી 5ના વર્ગમાં એક પણ વિદ્યાર્થી જોવા મળ્યા ન હતા. જેના કારણે ચાલુ શાળાએ વર્ગો ને તાળાબંધી જોવા મળી હતી અને ધોરણ 6થી 9માં માંડ બેથી ત્રણ ટકા જ હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી હતી.

અંબાજીમાં શાળાઓ શરૂ તો થઈ પણ વિદ્યાર્થીઓ ક્યાં?

આ પણ વાંચો: Reopened Schools In Gujarat: બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ

શાળાઓ શરૂ થવા છતાં સન્નાટો જોવા મળ્યો

શિક્ષકોએ ડોર ટુ ડોર વાલીઓની પરમિશન લેવા સાથે વિદ્યાર્થીઓને શાળામાં (Schools in Ambaji) આવતા જણાવતા હોવાનું શાળાના સંચાલકો જણાવી રહ્યા છે. એટલું જ નહીં જ્યાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાની પ્રેરણા અપાતી હતી તેના બદલે ઓનલાઇન શિક્ષણની પ્રથા શરૂ કરાતા નાના બાળકોને પણ સ્માર્ટ ફોન સાથે સતત જોડાયેલા રહેવું પડતું હોવાથી અને મોબાઈલમાં એજ્યુકેશન એપ સિવાયની અન્ય રમતોની એપની લત્તે ચડેલા વિદ્યાર્થીઓ ઉપર મોબાઇલની ખોટી અસર થતી હોવાથી શાળાઓને હવે ઓફલાઈન જ રાખવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: AMCની શાળાઓમાં 5 હજાર બાળકોને અપાશે સ્માર્ટફોન, 893 કરોડનું બજેટ રજૂ કરાયું

વિદ્યાર્થીઓ ફરી શાળાઓ બંધ ન કરવા જણાવ્યું

ઓફલાઈન વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી પણ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા જોવા ન મળતા શાળાએ આવેલા બાળકોને આજે એકલતા પણું લાગ્યું હતું. એટલું જ નહીં હવે વિદ્યાર્થીઓ પણ ઘરે ઓનલાઇન શિક્ષણથી કંટાળ્યા હોય તેમ સરકાર શાળાના કડક નિયમો બનાવી શાળાઓ ઓફલાઇન ચાલુ રાખવા માગ કરી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણ કરતા ઓફલાઇન પ્રત્યક્ષ શિક્ષકની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે મેળવેલું શિક્ષણ વધુ અસરકારક રહેતું હોવાથી હવે વિદ્યાર્થીઓ ફરી શાળાઓ બંધ ન કરવા જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details