બનાસકાંઠાઃ આમ તો બનાસકાંઠા જિલ્લો સાક્ષરતાની દ્રષ્ટિએ પછાત જિલ્લો ગણાતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં પણ શિક્ષણ પદ્ધતિથી સાક્ષરતામાં અમુલ્ય પરિવર્તન આવ્યું છે. શિક્ષણ વિભાગ અને ખાસ કરીને શિક્ષકોએ અથાગ મહેનત કરી છે. જેથી આજે હવે શિક્ષણની દ્રષ્ટિએ પછાત બનાસકાંઠાની ઓળખ બદલાઈ રહી છે.
સોમવારે સમગ્ર ગુજરાતમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વાવ તાલુકાનું સપ્રેડા ગામ સૌથી ઊંચા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યું છે. સપ્રેડા ગામનું પરિણામ 94.78 ટકા છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેતા શાળા સહિત સમગ્ર જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સપ્રેડા ગામની શાળા ધોરણ 10માં ગુજરાત પ્રથમ સમગ્ર ગુજરાતનું ધોરણ-10નું પરિણામ 60 ટકા રહ્યું હતું, જ્યારે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 64.8 ટકા આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં સફળતા મેળવી છે. જિલ્લાની 16 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સપ્રેડા ગામની શાળા ધોરણ 10માં ગુજરાત પ્રથમ લાખણીનું કોટડા પરીક્ષા કેન્દ્ર માત્ર 21 ટકા પરિણામ સાથે જિલ્લામાં છેલ્લા ક્રમે રહ્યું હતું, જ્યારે સપ્રેડા ગામનું પરિણામ 94.62 ટકા આવતા માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. સપ્રેડા ગામે ઐતિહાસિક સિદ્ધિ મેળવતા શાળાના સ્ટાફ સહિત ગ્રામજનો પણ હરખાઈ ઉઠ્યા હતા.
આ પરિણામ પાછળ શિક્ષકો અને વાલીઓએ પણ મહેનત કરી છે. જેના કારણે આજે આ અંતરિયાળ વિસ્તારનું એક નાનકડું ગામ મોટી શિશકલગી મેળવી શક્યું છે. જો કે, આ શાળાના આચાર્ય હજૂ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.