ગુજરાત

gujarat

ETV Bharat / state

School Locked In Banaskantha: રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલાના વિસ્તારમાં શાળાને તાળાબંધી - બાળકોને અભ્યાસ અર્થે નહીં મોકલવાનો વાલીઓનો નિર્ણય

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલાના (Education Minister Kirtisinh Vaghela) મત વિસ્તારમાં (School Locked In Banaskantha) જ શાળામાં વાલીઓએ પ્રાથમિક સુવિધાના અભાવને પગલે (Lack of primary facilities in school) તાળાબંધી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

School Locked In Banaskantha: ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનના વિસ્તારમાં જ શાળાને તાળાબંધી કરાઈ
School Locked In Banaskantha: ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનના વિસ્તારમાં જ શાળાને તાળાબંધી કરાઈ

By

Published : Dec 28, 2021, 8:30 PM IST

બનાસકાંઠા:ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને લઈ મોટા મોટા દાવા કરવામાં આવી (School Locked In Banaskantha) રહ્યા છે, પરંતુ આજનો દિવસ સરકાર માટે શરમજનક દિવસ સાબિત થયો છે. ગુજરાત સરકારના (Education Minister of Gujarat) રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલાના (Education Minister Kirtisinh Vaghela) મત વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના (School Locked In Banaskantha) કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાને પ્રાથમિક સુવિધાના અભાવે એક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે.

શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

આ શાળામાં બાળકો માટે બાથરૂમ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શાળાના આ પ્રશ્ન અંગે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક કક્ષાએથી માંડી ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. આમ છતાં તેઓની આ માંગણી સામે તંત્ર દ્વારા દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું. આથી રોષે ભરાયેલા વાલીઓએ બાળકોને ભણવા મોકલવાની જગ્યાએ શાળાને તાળાબંધી કરી દીધી.

બાળકોને શાળાએ નહીં મોકલવાનો વાલીઓનો અડગ નિર્ધાર

બનાસકાંઠા જિલ્લાના (School Locked In Banaskantha) વડીયા ગામની આ પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ (Lack of primary facilities in school) છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. 170 વિદ્યાર્થી ધરાવતી આ શાળામાં જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને શાળામાં ન મોકલવાનો વાલીઓએ (school was locked by the parents) નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનના વિસ્તારમાં જ શાળાને તાળાબંધી કરાઈ

170 વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે

મંગળવારે જ્યારે વાલીઓએ શાળાને તાળાબંધી કરી ત્યારે શાળાના શિક્ષકો પણ વાલીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા. જો કે વાલીઓમાં એટલો પ્રચંડ રોષ જોવા મળ્યો હતો કે તેઓએ શિક્ષકોની વાત માનવાનો ના પાડી દીધી હતી. શિક્ષકો પણ જણાવી રહ્યાં છે કે, સરકાર દ્વારા વાલીઓની આ માંગણીઓને ઝડપથી ઉકેલ લાવે તો 170 વિદ્યાર્થીઓને અભ્યાસ બગડતો અટકાવી શકાય .

તાત્કાલિક પ્રાથમિક સુવિધા પૂરી કરવા માટે વાલીઓની માંગ

170 વિદ્યાર્થી ધરાવતી આ શાળા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં આવેલી શાળા છે. તેમના જ મત વિસ્તારમાં જો બાળકોને શિક્ષણની યોગ્ય સુવિધા ન મળતી હોય અને શાળાને તાળાબંધી કરવાની ફરજ પડતી હોય તો આ ઘટના સરકારની કાર્યશૈલી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે.

આ પણ વાંચો:

રાજ્યકક્ષાના પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ શિક્ષણવિભાગ પ્રધાન કાંકરેજ MLA કીર્તિસિંહ વાઘેલાના માતાએ શું કહ્યું?

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં કિર્તીસિંહ વાઘેલા રહ્યા હાજર

ABOUT THE AUTHOR

...view details