- નાયબ મુખ્યપ્રધાન દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન
- અનુસુચિત જાતિની લાગણી દુભાવી જેનો સમગ્ર અનુસૂચિત જાતિમાં રોષ
- થરાદમાં નાયબ કલેકટરને S.S.D પરિવારે આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠા : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જાહેર સભામાં સ્ટેજ ઉપરથી પોતાની એક ભાષામાં ગેર બંધારણીય શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. તેના વિરોધમાં થરાદ ખાતે નાયબ કલેકટરને S.S.D પરિવારે આવેદનપત્ર આપ્યું હતું.
અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવા S.S.D પરિવાર દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
નિતીનભાઈ પટેલે જાહેર સભામાં કર્યો ગેરબંધારણીય શબ્દનો ઉચ્ચાર
રાજ્યના ડેપ્યુટી પ્રધાન નીતિન પટેલે તા.1 નવેમ્બરના રોજ જાહેર સભામાં જાહેર સ્ટેજ પરથી પોતાની ભાષામાં ગેરબંધારણીય શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. જે શબ્દ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમનો ભંગ કરી સમગ્ર અનુસુચિત જાતિની લાગણી દુભાવી છે. જેનો સમગ્ર અનુસૂચિત જાતિમાં રોષ જોવા મળ્યો છે.
અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવા S.S.D પરિવાર દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું અનુસૂચિત જાતિ જનજાતિમાં રોષ
દેશની સામાન્ય જનતા પ્રજા પર આવું આંધળું અનુકરણ કરશે અને સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ત્યાંના અટકતા રાજ્યમાં આંતરિક ગૃહ ઉદ્યોગ કે બળવો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને તેના જવાબદાર માત્ર રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ હશે.
અનુસૂચિત જાતિની એક જ માંગ
અમારી લાગણીને માન આપી અને કાયદો અને દેશના સર્વોચ્ચ ન્યાયાલયમાં હુકમ નામા જાહેરમાં લીરા ઉડાડનાર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપર નિષ્પક્ષ રીતે તપાસ કરી ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ છે અને એ માંગ પર અમો અડગ છીએ. અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવા S.S.D પરિવાર દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, તા. 1 નવેમ્બરના રોજ નીતિન પટેલ જાહેર સભામાં જાહેર સ્ટેજ પરથી પોતાની ભાષામાં ગેરબંધારણીય શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. જે શબ્દ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમનો ભંગ કરી સમગ્ર અનસુચિત જાતિની લાગણી દુભાવી છે. જેનો સમગ્ર અનુસૂચિત જાતિમાં રોષ જોવા મળ્યો છે. એક પ્રતિષ્ઠિત હોદાને ધારણ કરનાર પ્રતિનિધિ એટલે કે, તે ડેપ્યુટી પ્રધાન હોય અને જો આવા જવાબદારીવાળા હોદ્દેદાર સરકારી કાયદાકીય જાહેરનામું કે, પછી હુકમનામાનો ભંગ કરી અને સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન કરતા હોય છે. જેથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.