- અનુસૂચિત જાતિના 50થી વધુ વર્ગોને એક કરવા યોજાઈ દલિત પ્રીમીયર લીગ
- સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યા રોકવા અનુસૂચિત જાતિ સમાજનો જાગરૂકતા અભિયાન
- દોઢ મહિના સુધી ચાલશે ટેનિસ-ક્રિકેટ ટુર્નામેન્ટ
બનાસકાંઠા: જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના જુદા-જુદા વર્ગોના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. કોઈપણ સમાજ જ્યાં સુધી એકજુટ ન થાય ત્યાં સુધી તે વિકાસ સાધી શકે નહી. તેથી અનુસૂચિત જાતિ સમાજના જુદા-જુદા 50 જેટલાં વર્ગોમાં એકતા અને ભાઈચારો કેળવાય તે હેતુથી જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સમાજના યુવાવર્ગે દલિત પ્રીમીયર લીગ નામે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરાઈ છે. જેમાં 32 ટીમો ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સંઘે કર્યુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
'બેટી બચાઓ બેટી પઢાઓ'ની જાગરૂકતા માટે ક્રિકેટ બન્યું માધ્યમ
બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના કુલ વસ્તી 4 લાખ 85 હજાર 632 લોકોની છે. જેમાં પુરુષોની જનસંખ્યા 3 લાખ 27 હજાર 460, જ્યારે મહિલાઓની સંખ્યા 1 લાખ 58 હજાર 172 જેટલી છે. સમાજમાં દિકરીઓનું જન્મદર ખૂબ નીચું હોવાથી સમાજમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' બાબતે સમાજમાં જાગરૂકતા આવે તે હેતુથી આ દલિત પ્રીમીયર લીગનું આયોજન કરાયું હોવાનું સમાજના અગ્રણી આગેવાન દીપકભાઈ ચાંદરેઠિયાએ જણાવ્યું હતું.