- દિવાળીના પર્વ નિમિત્તે બજારોમાં જામી ભીડ
- ગ્રાહકોની અવર-જવર વધતા વેપારીઓમાં ખુશીનો માહોલ
- બનાસકાંઠાની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓ બહિષ્કાર
બનાસકાંઠા: હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. હિંદુ ધર્મમાં 5 દિવસ સુધી દિવાળી પર્વની લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીના પર્વને લઇ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શરૂઆતમાં દિવાળીના પર્વને લઇ બજારો સૂમસામ જોવા મળી રહ્યા હતા. પરંતુ આજથી શરૂ થયેલા દિવાળીના પર્વને લઇને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
વેપારીઓમાં દિવાળીના પર્વને લઈ ગ્રાહકોની અવર-જવર વધતા ખુશીનો માહોલ બજારોમાં લોકોની ભારે ભીડ
ખાસ કરીને ચાલુ વર્ષે દિવાળીના પર્વને લઇ વેપારીઓએ પરેશાની હતી કે, આ વર્ષે કોરોના વાઇરસને કારણે ગ્રાહકો બજારોમાં જોવા નહીં મળે અને જેના કારણે નુકસાની સહન કરવાનો વારો આવશે, પરંતુ આજથી બનાસકાંઠા જિલ્લાની બજારોમાં ભારે ભીડ જોવા મળતા વ્યાપારીઓમાં ખુશી જોવા મળી છે. દુકાનો પર લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યા હતા, તો ક્યાંક લોકો પોતાની સાવચેતીના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરીને બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.
દિવાળીના પર્વને લઈ બજારોમાં જામી ભીડ રાજસ્થાનમાંથી પણ ગ્રાહકો ખરીદી કરવા આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું બજાર ડીસા શહેરમાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી પણ ગ્રાહકો સૌથી વધુ ખરીદી કરવા માટે ડીસાની બજારોમાં આવતા હોય છે. ત્યારે હાલમાં દિવાળીના પર્વને લઇ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનાથી ડીસાની બજાર ગ્રાહકો વગર સૂમસામ જોવા મળી રહ્યું હતું. જેના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજથી શરૂ થયેલા દિવાળી પર્વને લઇ હાલમાં ગ્રાહકોની અવરજવરમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે બજાર ફરી એકવાર ધમધમી ઉઠતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિવાળી પર્વ નિમિત્તે બજારોમાં જામી ભીડ બનાસકાંઠાની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર
બનાસકાંઠા જિલ્લાની બજારોમાં એક પણ ચાઈનિઝ ફટાકડો જોવા મળતો નથી. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં ચાઈનિઝ સિરિજનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થતું હતું, પરંતુ ચાલુ વર્ષે લોકલ ફોર વોકલ સૂત્ર અપનાવી જે ભારત દેશમાં જ વસ્તુઓ બની રહી છે, તેવી જ વસ્તુઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, આ વર્ષે લોકોએ જાતે જ ચાઈનીઝ વસ્તુઓની બહિષ્કાર કર્યો હતો.