ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર ખાતે 'અનામત બચાવો' રેલી યોજાઈ - Banasakandha District

રાજયમાં અનામત નીતિને લઈને રાજ્યસરકાર તકલીફમાં મુકાઈ રહી છે. બનાસકાંઠામાં પણ અનામત બચાવો કમિટીએ રેલી કાઢી, સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

Palanpur
અનામત બચાવો રેલી

By

Published : Jan 23, 2020, 11:50 PM IST

બનાસકાંઠા: પાલનપુર ખાતે SC, ST અને OBC સમાજના લોકો દ્વારા અનામત બચાવો કમિટીએ સરકારની નવી અનામત અમલીકરણ નીતિને બંધારણ વિરુધ્ધ ગણાવી હતી અને સરકારના તાજેતરના ઠરાવ અને ગાઈડ લાઈનથી SC, ST અને OBC ઉમેદવારો અને મહિલાઓને અન્યાય થયો હોઈ આ ઠરાવ રદ કરવા માગ કરી હતી. જે મુજબ આ ખોટા ઠરાવને કારણે અત્યાર સુધીની ભરતીમાં થયેલા અન્યાયને દૂર કરી તમામના પરિણામની પુન: ચકાસણી કરવામાં આવે તેવી માગ કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.

પાલનપુર ખાતે 'અનામત બચાવો' રેલી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details