અંબાજીમાં સરપંચને સત્તાનો દુરુપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા - ABJ
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ગ્રામપંચાયતના સરપંચ રામાવતાર અગ્રવાલને સસ્પેન્ડ કરવાના સમાચારને લઈ અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સ્પોટ ફોટો
અંબાજી શહેરના તિરૂપતિ સોસાયટીમાં એટીવીટી યોજના હેઠળ બનેલા એક રોડ કામ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ રામાવતાર અગ્રવાલને સત્તાનો દુરુપયોગ કરવા બદલ 57 (1) મુજબની કાર્યવાહી કરી તેમને હાલ સસ્પેન્ડ કર્યાના આદેશ કરાયો છે. અંબાજી ગ્રામપંચાયતના ઉપસરપંચ કલ્પના બેન પટેલને તાત્કાલિત અસરથી સરપંચનો ચાર્જ સોંપી દેવાયો છે.
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST