ગુજરાત

gujarat

ETV Bharat / state

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન - chirag agrawal

અંબાજીઃ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીના ગુજરાતના ઝોનલ હેડ સરલાદીદીનું ગતરોજ નિધન થયુ હતું.  જેના કારણે સમગ્ર રાજ્યમં આવેલા બ્રહ્માકુમારી સેન્ટરોમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.  તેમના પાર્થિવ દેહના બ્રહ્માકુમારીના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે લઈ જવાયો હતો. ત્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

By

Published : Jun 8, 2019, 1:46 AM IST

ગુજરાત સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાઓનાં ઝોનલ હેડ રાજયોગીની સરલાદીદીની 79 વર્ષની જૈફ લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયુ હતું. તેમના અવસાનથી બ્રહ્માકુમારીના તમામ કેન્દ્રોમાં ભારે શોકની લાંગણી પ્રવર્તી હતી. સરલાદીદી 14 વર્ષની ઉમરે જ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા હતાં. નાની વયથી જ તેઓએ સેવાકીય પ્રવૃર્તીઓ શરુ કરી દીધી હતી. સરલાદીદીનું નિધન થતા તેમનાં પાર્થિવદેહને બ્રહ્માકુમારીનાં વિશ્વ મુખ્યાલય શાંતિવન માઉન્ટઆબુ ખાતે લઇ જવાયો હતા.

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

શુક્રવારના રોજ તેમની વૈકુંઠ યાત્રા નિકળી હતી. આ તપસ્યા ધામ ખાતે બ્રહ્માકુમારીનાં તમામ અનુયાયીઓએ તેમને શ્રદ્ધાજંલી આપી હતી. સાંજે પાંચ કલાકે તેમનાં પાર્થિવદેવને પંચમહાભુતમાં વિલીન કરાયુ હતુ. જેમાં નિરમાનાં કરસણભાઇ પટેલ પણ જોડાયા હતા. સરલાદીદીનાં દેહને તેમનાં બહેન ભારતીદીદીએ અગ્નીદાહ આપ્યો હતો. અંતિમસંસ્કારમાં વિદેશમાં રહેતા બ્રહ્માકુમારીના અનુયાયીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details