કૉંગ્રેસનાં ધારાસભ્ય રહ્યાં ઉપસ્થિત બનાસકાંઠાઃરાજ્યમાં ફરી એક વાર ઠાકોર સમાજ ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, જિલ્લાના ભાભરના લુણસેલા ખાતે સંતશ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઠાકોર સમાજે સુધારા માટે 11 નવા નિયમો બનાવ્યા હતા. સાથે જ સમાજે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પણ વાંચોઃRajkot Unique Wedding: અનોખી વિદાય, સાસરિયા પક્ષ હેલિકોપ્ટરમાં વેલ લેવા આવ્યા
સમાજે આ 11 નિયમ બનાવ્યાઃસમાજે બનાવેલા નવા નિયમની વાત કરીએ તો, લગ્નપ્રસંગોમાં ડીજે ઉપર સાવ પ્રતિબંધ મુકવો, ઓઢામણું રોકડમાં આપવું, લગ્નપ્રસંગમાં દિકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરત આપવી, સગાઈ અને લગ્નમાં 11 જણ જ જવું, જાનમર્યાદામાં જવું 51 લોકોએ જ જવું, દરેક ગામદીઠ સમૂહલગ્નનું આયોજન, કુળ વાઇઝ સમૂહ લગ્નનું આયોજન, બોલામણું પ્રથા સદંતર બંધ, સગાઈ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિકમાં ઉપયોગમાં લેવી, (ગુણ દોષ મુજબ દંડ), કુંવારી દિકરીઓને મોબાઈલથી દૂર રાખવી, વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવવું અને ગામડેથી અભ્યાસ અર્થે જતી દિકરીઓને અપડાઉન માટે દરેક ગામના લોકોએ ખાસ વ્યવસ્થા કરવી.
આ પણ વાંચોઃPatan Foundation Day: પાટણની અસ્મિતા ઉજાગર થઈ, સ્થાપના દિને રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો
કૉંગ્રેસનાં ધારાસભ્ય રહ્યાં ઉપસ્થિતઃ મહત્વની વાત એ છે કે, કૉંગ્રેસના વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ટૂંકાગાળાના આયોજનમાં પણ આ સમાજે સદારામ બાપુના નામે 40 લાખથી પણ વધુની રાશિ એકત્રિત કરી છે, જેના બદલ સમાજને અભિનંદન. આ કામગીરીમાં જોડાયેલા તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું.