ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં પહોંચી AAPની જનસંવેદના યાત્રા, મોટી સંખ્યામાં લાકો રહ્યા ઉપસ્થિત - Isudan Gadhvi

આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat)ની સંવેદના યાત્રા ( Samvedana Yatra )આજે બુધવારે બનાસકાંઠા કંસારી ગામે પહોંચી હતી, જ્યાં આપના નેતા અને આગેવાનોએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી.

આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા બનાસકાંઠા કંસારી ગામે પહોંચી
આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા બનાસકાંઠા કંસારી ગામે પહોંચી

By

Published : Jul 28, 2021, 7:12 PM IST

  • ડીસાના કંસારી ગામે આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા પહોંચી
  • ઈશુદાન ગઢવી અને વિજય સુવાળાની અધ્યક્ષતામાં સંવેદના યાત્રા યોજાઈ
  • આપ કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરાશે

બનાસકાંઠા : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભાજપ સરકારની નિષ્ફળતા અંગે લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat)દ્વારા જન સંવેદના યાત્રા ( Samvedana Yatra )શરૂ કરવામાં આવી છે. આ તકે આપ નેતા ઈશુદાન ગઢવી, વિજય સુવાળા, ભેમા ચૌધરી સહિતના આગેવાનો આજે બુધવારે ડીસાના કંસારી ગામે પહોંચ્યા હતા, જ્યાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ તેમના પરિવારને સાથે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે સાથે કોરોના મહામારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

આ પણ વાંચો:ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !

આમ આદમી પાર્ટી કોરોના મૃત્યુનો આંકડો જાહેર કરશે

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીમાં અનેક નાની-મોટી જિંદગીઓ હોમાઇ ગઈ હતી. ખાસ કરીને સતત ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી ન હતી, જેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે, ઓક્સિજન વગર કોરોનાની મહામારીમાં એક પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો નથી. આથી, આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રની નિષ્ફળતાના કારણે અને ઓક્સિજન ન મળવાના કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે, તેના આંકડા પણ જાહેર કરવામાં આવશે. જોકે આમ આદમી પાર્ટીના આ કામથી કેટલાક લોકો નાખુશ છે અને તેઓને રોકવાના પ્રયાસો પણ થતા હોવાનું આપ નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા બનાસકાંઠા કંસારી ગામે પહોંચી

આ પણ વાંચો:Gujarat Congress રૂપિયા ભેગા કરવા ચૂંટણી લડી રહી છે: નિખિલ સવાણી

મોટી સંખ્યામાં લોકો આપના કાર્યક્રમમાં જોડાયા

આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા આજે બુધવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રચારક ઈશુદાન ગઢવી અને વિજય સુવાળા પાર્ટીની યાત્રા લઈ ડીસાના કંસારી ગામે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પક્ષ પોતાની મજબૂતાઈ બતાવવા માટે વિરોધ પ્રદર્શન બતાવી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે આમ આદમી પાર્ટીની પહોંચેલી સંવેદના યાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો યાત્રામાં જોડાઈ ઈશુદાન ગઢવી અને વિજય સુવાળાને સમર્થન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details