બનાસકાંઠાઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંતો મહંતો યાત્રાધામ અંબાજી(Sadhu Santo in Yatradham Ambaji) ખાતે ઉમટી પડ્યા હતા. માનસરોવર પાસે ભોળાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી(Royal Ride in Ambaji) નીકળવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા(Palki Yatra of Shri Ganeshji in Ambaji) અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગરયાત્રા(Procession of Ambaji City) કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોચી હતી.
ગૌમુખ કુંડ ધ્રુજી ઉઠ્યું
ગૌમુખ કુંડ વિસ્તારમાં સંતો મહંતો દ્વારા હર હર મહાદેવના નાદથી ધ્રુજી ઉઠ્યું હતું. જ્યાં સર્વ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌમુખ કુંડમાં પૂજન અર્ચન સાથેનું શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ કુંડમાં કડકડાતી ઠંડીમાં પણ શાહી સ્નાનની(Royal Bath of Saints in Gaumukh Kund) ડુપકી લગાવી હતી.