ટોટાણા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સદારામ બાપાએ પોતાના જીવનને ભક્તિમય બનાવ્યું અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. જેને લઈને અનેક ઘરો વ્યસનની કુટેવથી દુર પણ રહ્યા. તેમનો દેહવિલય થતા સમગ્ર ભક્તગણમાં શોક છવાઇ ગયો હતો.
સંત સદારામ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દાસબાપુ બન્યાં ગાદીપતિ - CM
બનાસકાંઠાઃ જિલ્લાના ટોટાણાના સંત શિરોમણી સદારામ બાપુનો દેહવિલય થતા તેમની અંતિમયાત્રા નીકળી હતી. સદારામ બાપુની અંતિમ વિધિમાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભત્રીજા અને સેવક દાસબાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યાં છે. સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે બ્રાહ્મણોની હાજરીમાં અને મંત્રોચ્ચાર સાથે તેમને આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના સેવક દાસબાપુના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
![સંત સદારામ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દાસબાપુ બન્યાં ગાદીપતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3291125-thumbnail-3x2-sant.jpg)
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સદારામ બાપુની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. તેમણે આ દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વ્યસન મુક્તિ અભિયાન થકી સંત શિરોમણીએ જે અભિયાન ચલાવ્યું અને સમાજને એક નવી રાહ ચિંધી તે આવનારી નવી પેઢી માટે પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે અને આવનાર નવી પેઢી પણ બાપાના જીવનમાંથી પ્રેરણા લે અને એ માર્ગ તરફ વળે તેવું તેમણે જણાવ્યું હતું.
સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.