ગુજરાત

gujarat

ETV Bharat / state

Diyodar Gram Panchayat elections : બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે - Diyodar Gram Panchayat elections

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો(Gram Panchayat elections in Gujarat) માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતની સૌથી મોટી ગામ પંચાયત એટલે કે બનાસકાંઠાની દિયોદર ગામ પંચાયતમાં(Deodar village panchayat election) પણ પૂર્વ સરપંચ અને રાજવી પરિવાર સામે રાવણા- રાજપૂત સમાજની મહિલાએ ઉમેદવારી નોંધાવતા(Diyodar Gram Panchayat elections) આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે.

Diyodar Gram Panchayat elections :બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે
Diyodar Gram Panchayat elections :બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે

By

Published : Dec 7, 2021, 10:41 AM IST

  • ગુજરાતની સૌથી મોટી બનાસકાંઠાની દિયોદર ગ્રામપંચાયત માં જામશે ચૂંટણી જંગ
  • સરપંચના તાજ માટે રાજવી પરિવાર અને રાવણા રાજપૂત વચ્ચે ચૂંટણી જંગ
  • બંને ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન બતાવ્યું ઉમેદવારી પત્ર ભર્યું
  • રાજવી પરિવાર અને રાવણા રાજપૂત સમાજ આમને-સામને

બનાસકાંઠાઃ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત(Gram Panchayat elections in Gujarat) એટલે કે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવારના સમર્થકોની રેલી છે. જે ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં(Deodar village panchayat election) બે મજબૂત મહિલા ઉમેદવારોએ સામ સામે ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે દિયોદર ગ્રામ પંચાયતમાં(Diyodar Gram Panchayat elections) મહિલા સીટ છે જેને માટે પૂર્વ સરપંચ અને રાજવી પરિવારમાંથી આવતા ગિરિરાજ સિંહ વાઘેલાના પત્ની કિરણકુમારી વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. તો તેની સામે રાવણા રાજપૂત સમાજના જમના ભાટીએ ઉમેદવારીપત્ર ભર્યુ છે. જેના કારણે આ વખતે બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેવું શક્યતાઓ જણાય રહી છે.

Diyodar Gram Panchayat elections :બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે

બંને મહિલા ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યા

ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયતનું સરપંચ પદ હાંસિલ(Gram Panchayat elections in Diyoda) કરવા બંને મહિલા ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભર્યા છે. ત્યારે હવે દિયોદરની જનતા ફરી એકવાર રાજવી પરિવારને તાજ પહેરાવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ વખતે સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં(Gram Panchayat Election 2021) પણ ખરાખરીનો જંગ જોરદાર જામશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક ઉમેદવારો મેદાનમાં

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી(banaskantha gram panchayat elections) માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે તમામ કચેરીઓમાં ભારે ધસારો રહ્યો હતો. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા સરકારી ઓફિસમાં પહોંચ્યા હતા. જેમાં જિલ્લાની 588 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે કુલ 3535 ફોર્મ ભરાયા હતા. જ્યારે સભ્યો માટે 9809 જેટલા ફોર્મ ભરાય છે. આ સિવાય 59 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સરપંચ માટે 19 ફોર્મ ભરાયા હતા. જ્યારે સભ્યો માટે 14 ફોર્મ ભરાયા છે. તમામ ફોર્મની ચકાસણી 6 ડિસેમ્બરે થશે તેમજ 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે સરપંચની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તે ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે. ઇન્ચાર્જ ચૂંટણી અધિકારી એટી પટેલે જણાવ્યું હતું કે, 588 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે કુલ 3535 ઉમેદવારોએ(Gram Panchayat Election Candidate in Deodar) ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચોઃ Gram Panchayat elections in Patan : પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 3,086 ફોર્મ ભરાયા

આ પણ વાંચોઃ No Election in Chhota Udepur Village: જિલ્લાનું એક એવું ગામ, જ્યાં પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નથી યોજાતી ચૂંટણી

ABOUT THE AUTHOR

...view details