ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરેજના થરા પાસે આવેલા પેટ્રોલપંપ બંદૂકની અણીએ લૂંટ - The distinction of robbery

બનાસકાંઠામાં થરા પાસે બે દિવસ અગાઉ પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે અને લૂંટ આચરનાર પરપ્રાંતીય આરોપીને જિલ્લા LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

xxx
કાંકરેજના થરા પાસે આવેલા પેટ્રોલપંપ બંદૂકની અણીએ લૂંટ

By

Published : Jun 16, 2021, 11:55 AM IST

  • કાંકરેજ તાલુકા પાસે પેટ્રોલ પંપ પર લૂંટ
  • ગનપોઈન્ટ પર કરવામાં આવી લૂંટ
  • પોલીસે કરી એકની ધરપકડ

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરાના રતનપુરા ગામ પાસે આવેલ ભાગ્યોદય એસાર પેટ્રોલ પંપ પર બે દિવસ અગાઉ લૂંટની ઘટના બની હતી જેમાં સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ત્રણ શખ્સો મોઢું બાંઘેલી હાલતમાં આવ્યા હતા અને ડીઝલ ભરાવવા ના બહાને ગાડી ઉભી રાખી તેઓએ તમંચા જેવું હથિયાર બતાવી પેટ્રોલ પમ્પના કર્મચારીઓને ડરાવ્યા હતા અને ઓફિસ માં પડેલા 13,256 રૂપિયાની લૂંટ આચરી આ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ

લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયો

આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી થરા પોલીસ સહિત જિલ્લા એલસીબી એ પણ અલગ અલગ ટીમો બનાવી CCTVના આધારે લૂંટારુઓની તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના જાલોર જિલ્લાના કુકાવાસના રહેવાસી મનોહરલાલ ક્રિષ્નારામજી ઇરામની પોલીસે અટકાયત કરી હતી, અને આ આરોપીને થરા પોલીસને સોંપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ડાંગનાં વઘઇથી ફોરેસ્ટ કર્મીની બાઈક ચોરી થઈ, પોલીસે ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details