ગુજરાત

gujarat

ETV Bharat / state

લાખણી તાલુકામાં રસ્તાઓની હાલત બિસ્માર, સ્થાનિકોને ભારે હાલાકી - ખેડૂત

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, વિકાસમાં બનાસકાંઠાવાળા છેતરી ગયા છે, ત્યારે હાલ જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યાં છે કે, બનાસકાંઠાના ભાજપના નેતાઓ સરકારને છેતરી ગયા છે. ગામને જોડતા રસ્તાઓ ના હોવાના કારણે હાલ ખેડૂતો સરકાર સામે અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે.

Road
લાખણી તાલુકામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં

By

Published : Sep 2, 2020, 8:17 PM IST

બનાસકાંઠા: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામિણ વિસ્તારના વિકાસના કામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગ્રામિણ વિસ્તારના ખેડૂત પોતાની શાકભાજી શાકમાર્કેટ સુધી અને પશુપાલક પોતાનું દૂધ સારી રીતે દૂધ મંડળી અને પહોંચાડી શકે તે માટે ગ્રાન્ટ ફળવવામાં આવે છે તેમજ ગ્રામિણ વિસ્તારના રોડ અને વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામ એવા છે કે, જ્યાં વર્ષોથી કોઈપણ પ્રકારના રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી.

લાખણી તાલુકામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં

રસ્તાઓ પાકા ન હોવાના કારણે અનેક ગામના ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સારા રસ્તા મેળવવા માટે ખેડૂતોએ અનેકવાર આંદોલનો પણ કર્યા છે અને સરકારમાં રજૂઆત પણ કરી છે, પરંતુ સરકારને જાણે ખેડૂતોથી કઈ લેવા દેવા જ ન હોય તેમ આજ દિન સુધી તેમને રોડની સુવિધા આપવામાં આવી નથી. કેટલાક ગામોમાં તો કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે, પરંતુ થોડા સમયમાં જ આ રોડ રસ્તા તૂટી જાય છે.

લાખણી તાલુકામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં

લાખણી તાલુકાના પેપળુ ગામથી તાલેગઢ અને બાળોદર ગામને જોડતો મુખ્ય રસ્તો છે, ત્યાંથી રોજના 300થી પણ વધુ ખેડૂતો અને પશુપાલકો પસાર થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

થોડા દિવસ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, બનાસકાંઠાના લોકો છેતરી ગયા છે. પરંતુ આ ગામના લોકો જણાવી રહ્યાં છે કે, નીતિન પટેલે નિવેદન આપ્યું તે સાચું હતું. પરંતુ બનાસકાંઠાના ખેડૂતો અને લોકોએ સરકારે નથી છેતરી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના નેતાઓએ સરકારને છેતરી રહ્યાં છે. વર્ષોથી પેપળુથી તાલેગઢ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી આ રોડનું કોઈ જ પ્રકારનું કામકાજ કરવામાં આવ્યું નથી. ત્યારે સરકાર બનાસકાંઠા જિલ્લાવાસીઓની મુલાકાત લઇ અને સ્પષ્ટતા કરે કે, બનાસકાંઠા જિલ્લાવાસીઓ સરકારને છેતરી ગયા છે કે, તેમના પોતાના જ નેતાઓ તેમને છેતરી રહ્યાં છે.

લાખણી તાલુકામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં

આ રસ્તા પર પેપળુ, બાલોતર અને તાલેગઢ એમ ત્રણ ગામો આવેલા છે. આ રસ્તા પર 300થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે, પરંતુ આ રસ્તા પર આજ દિન સુધી કોઇ જ પ્રકારની રોડની સુવિધા ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બનાસકાંઠા જિલ્લાના આવા અનેક એવા કામો છે કે, જ્યાં રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં પડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details