ડીસાના માલગઢમાં સામાન્ય વરસાદથી રસ્તો બંધ - gujarati news
ડીસા: બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદની ફરી એન્ટ્રી થતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. જો કે, ડીસા પંથકમાં વરસાદ પડતા તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ સામે આવી હતી. સામાન્ય વરસાદમાં જ ડીસા તાલુકાના માલગઢથી જોરપુરા જવાના માર્ગ પાણી ભરાતા બંધ થઈ ગયો છે. આ માર્ગ પરથી પસાર થવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

rainfall in deesa
આ માર્ગ પર શાળાઓ આવેલી છે અને દિવસ દરમિયાન 200 જેટલા વાહનચાલકો પસાર થાય છે, પરંતુ અહીં બાજુમાં બનાવવામાં આવેલ ખાનગી ગોડાઉનના સેડનું તમામ પાણી માર્ગ પર વહી જતા બે ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેથી અહીં પસાર થતા બાળકો, મહિલાઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના સરપંચને રજુઆત કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ડીસાના માલગઢમાં સામાન્ય વરસાદથી રસ્તાઓ બંધ