બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને ડામવા માટે સમગ્ર તંત્ર સજ્જ બની ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર સહિત તમામ સરકારી કર્મચારીઓ કોરોના વાઇરસને અટકાવવા માટે દિન રાત પ્રયાસો કરી રહ્યા છે. બુધવારના રોજ મહેસુલી કર્મચારી બચત મંડળ દ્વારા પાલનપુરની ખાનગી હોટલમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં સોશિયસ ડિસ્ટન્સ કે માસ્ક પહેર્યા વગર 37 કર્મચારીઓ એકઠા થયા હતા. સરકારની સૂચનાઓનું સરકારી કર્મચારીઓ જ ઉલ્લંઘન કરતા જિલ્લા નિવાસી કલેકટરે તમામ કર્મચારીઓને દંડ ફટકાર્યો છે.
પાલનપુર ખાતે મહેસૂલી કર્મચારીઓએ માસ્ક પહેર્યા વગર મીટિંગ યોજી, 37 કર્મચારીઓને દંડ - બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કલેક્ટરે 37 કર્મચારીઓને દંડ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહેસૂલી કર્મચારીઓએ માસ્ક પહેર્યા વગર મીટિંગ યોજી ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.
પાલનપુર ખાતે મહેસૂલી કર્મચારીઓએ માસ્ક પહેર્યા વગર મીટિંગ યોજતા, 37 કર્મચારીઓને દંડ
મહેસૂલી કર્મચારી બચત મંડળના સભ્યોએ આ મીટિંગનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા નિવાસી કલેકટરે તમામ 37 કર્મચારીઓને 200-200 રૂપિયાનો દંડ ફટકારતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.