બનાસકાંઠાઃ જિલ્લાના થરાદના નિવૃત શિક્ષકે તેમના પેન્શનના 26,300 રૂપિયા પીએમ રિલીફ ફંડમાં જમા કરાવ્યાં હતા, જેથી નાયબ કલેક્ટર દ્વારા આ નિવૃત શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા: થરાદના નિવૃત શિક્ષકનું નાયબ કલેક્ટર દ્વારા કરાયું સન્માન - PM Relief Fund
દેશ સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદના એક નિવૃત શિક્ષક દ્વારા તેમના પેન્શનના રૂપિયા 26,300 પીએમ નેશનલ રિલીફ ફંડમાં જમા કરાવતા આ નિવૃત્ત શિક્ષકનું નાયબ કલેક્ટર દ્વારા સન્માન કરાયું છે.
![બનાસકાંઠા: થરાદના નિવૃત શિક્ષકનું નાયબ કલેક્ટર દ્વારા કરાયું સન્માન retired teacher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8847881-921-8847881-1600425104871.jpg)
દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા અગાઉ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા જેના કારણે વિવિધ સંસ્થાઓ, સરકારી અધિકારીઓ તેમજ શિક્ષકો દ્વારા આવા પરિવારોનું ગુજરાન ચાલી રહે તે માટે દાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે થરાદના એક શિક્ષકે પોતાનો પગાર કોરોના વાઇરસની મહમારીમાં આપતા અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.
થરાદના નિવૃત શિક્ષક ભુરાલાલ જયદેવરામ ઓઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેઓેએ રૂપિયા 26,300 પીએમ નેશનલ રિલીફ ફંડમાં જમા કરાવ્યા હતા. જેથી તેમની દેશ પ્રત્યેની લાગણીને બિરદાવીને થરાદના નાયબ કલેક્ટર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.