બનાસકાંઠાઃ જુના ડીસા ખાતે રહેતા એક જવાન જે આજે વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થયા હતા, ત્યારે દેશભક્તો દ્વારા તેમનો ડીસાના સાઈબાબા મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને તેમનું જીવન આગામી સમયમાં સુખરૂપ સંપન્ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
દેશની સરહદ પર હંમેશા જવાન રાત દિવસ પોતાની પરવા કર્યા વગર ખડેપગે આપણી રક્ષા કરે છે, ત્યારે આપણે સારી રીતે દેશમાં રહી શકીએ છીએ. હંમેશા પોતાના પરિવારથી દૂર રહી અને તેઓ આપણે સુરક્ષિત રહીએ તે માટે હંમેશા દુશ્મનો સામે બાજ નજરે રાખી આપણને સુરક્ષા આપે છે, ત્યારે અનેક જવાનો વયનિવૃત્ત થતા પોતાના વતને ફરી રહ્યા છે.
જેના કારણે દેશ ભક્તો દ્વારા તેમનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. જવાનો જ્યારે દેશની રક્ષા કરવા માટે બોર્ડર પર તૈનાત થાય છે ત્યારે તેમના મનમાં એક જ વાત હોય છે કે, દેશની રક્ષા કરી કુરબાની આપવી યા તો દેશની રક્ષા કરી વય નિવૃત્તિ થઈ વતન પરત ફરવું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જવાનો છે જે આજે પણ દેશની રક્ષા કાજે બોર્ડર પર તેના થયેલા છે.