પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસ મળી આવતા પટોસણ ગામમાં રીટાયર્ડ આર્મી જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાઈરસની લડાઈમાં આર્મીના ૪ જવાનો હાલમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા પોતાની નૈતીક ફરજ સમજી પટોસણ ખાતે પોતાના ગામમાં ફરજ બજાવી રહ્યા છે.
બનાસકાંઠાના પટોસણ ગામમાં રિટાયર્ડ આર્મી જવાનો બજાવી રહ્યા છે ફરજ - કોરોનાવાઈરસ ન્યૂઝ
કોરોનાના સંકટ સામે જંગ લડવા તમામ લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યાં છે. પોલીસ અને આર્મી જવાનો લોકોની ઢાલ બની તેમને બચાવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના પટોસણ ગામમાં રીટાયર્ડ 4 આર્મી જવાનો લોકો માટે ઢાલ બની ફરજ બજાવી રહ્યાં છે.
ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરજ બજાવી અને લોકોને કોરોના વાઈરસથી બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ લડાઈમા પટોસણમાં રીટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા છે. પટોસણમાં રીટાયર્ડ આર્મી જવાનો હાલ આ ગામમા ફરજ બજાવી રહ્યા છે. કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશ હાલમાં વીકટ પરિસ્થિતિ ભોગવી રહ્યો છે. ત્યારે વર્ષો સુધી દેશની સેવામાં પોતાનુ યોગદાન આપી પોતાની ફરજ પુરી કરી રીટાયર્ડ થયેલ આર્મીના ૪ જવાનો હાલમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા પોતાની નૈતીક ફરજ સમજી પટોસણ ખાતે ફરજ બજાવી રહ્યા છે.
આ સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી રહ્યા છે. તેમજ લોકોને સુરક્ષિત અને સલામત રહેવાની સલાહ આપી રહ્યાં છે.