અંબાજીમાં ધોરણ-10નું 74.40 ટકા નોંધાયું પરીણામ - Gujarati News
અંબાજીઃ રાજ્યભરમાં માર્ચમાં લેવાયેલી ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાના પરિણામો મંગળવારે જાહેર કરાયા છે. જેથી ઉત્તીણ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશી માહોલ સર્જાયો હતો.

સ્પોટ ફોટો
અંબાજી સેન્ટરનું ધોરણ 10નું પરીણામ 74.40 ટકા આવેલું છે જેમાં મહત્તમ આદર્શ નિવાસી કન્યાશાળાનું પરિણામ 97.67 જોવા મળ્યું હતું અને અંબાજી સેન્ટરની કુલ 7 શાળાઓ પૈકી અંબાજીની માધ્યમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીના 82.05 ટકા જોવા મળ્યા હતા. જોકે ધોરણ 10ના પરિણામો ઇન્ટરનેટ ઉપર વહેલા મુકાઈ જતા વિદ્યાર્થીઓએ પોતાના પરિણામો કમ્પ્યુટર ઉપર નેટ દ્વારા જ જાણી લીધા હતા અને માર્કસીટ મેળવવા વિદ્યાર્થીઓની ખુબ ઓછીમાત્રામાં ભીડ રહી હતી.
અંબાજી સેન્ટરનું ધોરણ 10નું પરીણામ 74.40 ટકા