ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુર ખાતે થશે - પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરે આ વખતના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ કરવા નિર્ણય કર્યો છે.

banas
banas

By

Published : Jan 19, 2021, 10:17 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં પ્રજાસત્તાક ની ઉજવણી માટે યોજાઈ બેઠક
  • જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • પાલનપુર ખાતે ઉજવણી કરવાનો થયો નિર્ણય




    પાલનપુરઃ 26મી જાન્યુઆરી 1950ના રોજ ભરાતદેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, તે સાથે જ દેશ ખરા અર્થમાં પ્રજાસતાક દેશ જાહેર થયો હતો. જેથી દર વર્ષે ૨૬મી જાન્યુ્આરીના રોજ પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરાય છે. જાન્યુઆરી-2021ના દેશને પ્રજાસત્તાક જાહેર થયાને 71 વર્ષ પૂર્ણ થઈ 72માં વર્ષની શરૂઆત થઈ રહી છે. તેથી 72માં પ્રજાસતાક પર્વની બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરવામાં આવશે. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતે તેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

    જિલ્લા કલેકટરે અધિકારીઓને આપી ખાસ સૂચનાઓ

    આ રાષ્ટ્રિય પર્વની ઉજવણી સંદર્ભે પાલનપુર ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમભર્યા માહોલમાં સરસ રીતે થાય તે માટે ઝીંણવટભર્યુ આયોજન કરીએ. આ રાષ્ટ્રીય મહાપર્વમાં દરેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજીયાત ઉપસ્થિત રહે તે માટે જિલ્લા કલેકટરે સુચના આપી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સવારે-9.૦૦ કલાકે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, હર્ષ ધ્વની, વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, રમતવીરો અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્ર ગાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સી, નાયબ પોલીસ અધિક્ષક આર. કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details