ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં કોરોના મહામારીના કારણે રાવણ દહન તથા શોભાયાત્રાના કાર્યક્રમો મોકુક - corona epidemic

યાત્રાધામ અંબાજીમાં દશેરા નિમિતના રાવણ દહન તેમજ શોભાયાત્રાના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા. જોકે, વર્ષ પરંપરા અનુસાર કરવામાં આવતી ધાર્મિક વિધીમાં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યા હતા.

ambaji
યાત્રાધામ

By

Published : Oct 26, 2020, 10:56 AM IST

  • યાત્રાધામ અંબાજીમાં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરાયા
  • પોલીસ તથા મંદીરના સુરક્ષાકર્મીના શસ્ત્રોનુ કરાયું
  • કોરોનાને લઇને રાવણ દહન તથા શોભાયાત્રાના કાર્યક્રમો મોકુક

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં દશેરા નિમિત્તના રાવણ દહન તેમજ શોભાયાત્રાના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા. જોકે, વર્ષ પરંપરા અનુસાર કરવામાં આવતી ધાર્મિક વિધીમાં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યા હતા.

અંબાજીમાં કોરોના મહામારીના કારણે રાવણ દહન તથા શોભાયાત્રાના કાર્યક્રમો મોકુક

પોલીસ તથા મંદીરના સુરક્ષાકર્મીના શસ્ત્રોનું પુજન

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તેમજ મંદિરના ભટ્ટજી મહારાજ વાજતે ગાજતે મોડી સાંજે અંબાજીમાં પવિત્ર માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડીના વૃક્ષનુ પુજન કરવામાં આવ્યુ હતું. તેમજ પોલીસ તથા મંદીરના સુરક્ષાકર્મીના શસ્ત્રોનુ પણ ધાર્મિક પરંપરા મુજબ પુજા વિધી કરી આરતી કરવામાં આવી હતી. એક કથા પ્રમાણે આ સમીના વૃક્ષ ઉપર પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા. તે શસ્ત્રો વડે રાવણ સામે વિજય મેળવ્યો હતો. જેને લઈ આ સમીના વૃક્ષનુ પુજન કરવામાં આવે છે. જોકે, ખાસ કરીને હાલ કોરોના મહામારીના કારણે રાવણ દહન તથા શોભાયાત્રાના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details