- અંબાજીમાં દશેરા પર્વે રાવણ દહન તેમજ શોભાયાત્રાના કાર્યક્રમો મુલત્વી
- ધાર્મીક વીધીમાં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું
- અંબાજીમાં પવિત્ર માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડીના વૃક્ષનું પુજન કરાયું
બનાસકાંઠા: વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મિક વીધીમાં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા તેમજ મંદિરના ભટ્ટજી મહારાજ વાજતે ગાજતે મોડી સાંજે અંબાજીમાં પવિત્ર માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડીના વૃક્ષનું પુજન કરવામાં આવ્યુ હતુ. તેમજ પોલીસ તથા મંદીરના સુરક્ષા કર્મીઓના શસ્ત્રોનું પણ ધાર્મિક પરંપરા મુજબ પુજાવીધીને આરતી કરવામાં આવી હતી.