બનાસકાંઠાઃ ડીસામાં આવેલા ગાયત્રી નગર વિસ્તારમાં જાગીરદાર સમાજ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું હતું. જેમાં 100થી વધુ જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ અપાઇ હતી.
ડીસામાં જાગીરદાર સમાજ દ્વારા જરૂરિયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કરાયું - banaskatha news
કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાથી રોજનું રોજ કમાઇને ખાનાર લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેથી એનેક સમાજના લોકો ગરીબ લોકોને મદદ કરવા આગળ આવ્યાં છે. ડીસામાં આવેલા ગાયત્રી નગર વિસ્તારમાં જાગીરદાર સમાજ દ્વારા ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરાયું હતું.
સમગ્ર ગુજરાત કોરાના વાઇરસના કહેરમાં એક મહિનાથી લોકડાઉનમાં છે. જેના કારણે હાલમાં લોકો ધંધા રોજગારથી દુર રહીને લોકો લોકડાઉનનું ઘરે રહી પાલન કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી લોકડાઉનમાં રોજનું કમાઈ ખાતા લોકોને કોરોના વાઇરસમાં લોકડાઉનના લીધે અનેક લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ છે, તેમાં પણ જે એક ટંકનું કમાઈને ખાતા હતા તે અને મધ્યમ વર્ગના કે જે નાના રોજગાર કરીને ગુજરાન ચલાવતા તેવા લોકોની હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે.
કેટલાંક નાગરિકો તો સ્વમાનને કારણે કોઈને મદદ માટે કહી પણ શકતા નથી, કેટલાક જાહેરમાં મદદ લેવા પણ ઇચ્છતા નથી, ત્યારે આવા સંજોગોમાં ડીસા તાલુકાના ભડથ ગામના જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ, ગુજરાત ખેડૂત હક્ક અને ન્યાય સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બહાદુરસિંહ ડી.વાઘેલા દ્વારા કરિયાણાની કિટોનું સતત, અવિરત વિતરણ ડીસા શહેર અને ગામડામાં ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે આજે ડીસા ખાતે આવેલા ગાયત્રી નગર સોસાયટીમાં 100થી વધુ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને લોકોએ બિરદાવી હતી.