- રાશન કાર્ડ ધારકો બાયો મેટ્રિકમાં ફિંગર ના આવતા પરેશાન
- બાયો મેટ્રિક સિસ્ટમ બંધ થાય તો લોકોને સરળતાથી અનાજ મળી શકે
- બાયો મેટ્રિક સિસ્ટમ બંધ કરવા લોકોની માંગ
બનાસકાંઠા: થરાદ તાલુકાના ચોટપા ગામે બાયો મેટ્રિક ફિંગર ના આવવાથી અનાજનું વિતરણ થઇ શકે તેમ નથી. ત્યારે ખાલી હાથે લોકોને ઘરે જવા મજબુર બનવું પડ્યું છે. ચોટપા ગામના લોકો એ મીડિયા સમક્ષ જણાવ્યા હતું કે, સરકાર દ્વારા જો બાયો મેટ્રિક સિસ્ટમ બંધ કરવામાં આવે તો લોકોને સરળતાથી અનાજનું વિતરણ થઇ શકે. લોકોને રાશન મેળવવા માટે વારંવાર ધક્કા પણ ના ખાવા પડે, તેમજ સમય પણ બચી શકે અને ધંધા, મજૂરી અર્થે જઇ શકે. રાશન મેળવવા માટે આખો આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ફિંગર પ્રિન્ટ ના આવતા અનાજનો પુરવઠો મેળવ્યા વિના જ ઘરે પરત ફરવાનો વારો આવે છે.