ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં દિવ્યાંગોને માટે ખાસ ગરબાનું આયોજન - navaratri festival in gujarat

ડીસાઃ હાલ શારદીય નવરાત્રીનો ત્યોહાર ચાલી રહ્યો છે, ત્યારે ડીસા ખાતે આવેલા બી.આર.સી. ભવનના દિવ્યાંગોને આજે નવરાત્રીનું મહત્વ સમજાવવા માચે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગોએ ભાગ લઈ નવરાત્રીનું મહત્વ સમજી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો.

Rasa-Garba is organized deesa

By

Published : Oct 7, 2019, 8:27 PM IST

નવરાત્રી એટ્લે શક્તિ અને ભક્તિનું પર્વ... આ પર્વ દરમિયાન ગુજરાતમાં ગરબાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેથી ડીસા ખાતે આવેલ બી.આર.સી.ભવનમાં તાલુકાની તમામ સરકારી શાળાના શિક્ષકોની હાજરીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગોને નવરાત્રીનું મહત્વ સમજાવવા માટે રાસ-ગરબાનું આયોજન

જેમાં ડીસા શહેરમાં આવેલા દિવ્યાંગ ભવનના બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બાળકોને ઉપસ્થિત શિક્ષકોએ નવરાત્રીના મહત્વ વિશે સમજણ આપી હતી. ત્યારબાદ રાસ ગરબામાં ભાગ લઈને દિવ્યાંગો પણ ઉત્સાહિત થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details