- પાલનપુરમાં દુષ્કર્મની ઘટના આવી સામે
- પોલીસે કરી આરોપીની અટકાયત
- બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મની ઘટના પગલે લોકોમાં રોષ
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર શહેરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાના પિતા પાર્લરનો વ્યવસાય કરે છે, આરોપી મોન્ટુ બાયડ નામનો યુવક અવારનવાર તેમના પાર્લર પર સિગરેટ પીવા માટે આવતો હતો. બાદમાં આ યુવક સગીરાને ફોસલાવીને તેની સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો. આ દરમિયાન ચારેક માસ અગાઉ સગીરા પોતાના ઘરમાં એકલી હતી. તે સમયે યુવક તેના ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેની સાથે શારીરિક અડપલા કરી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આઘાત પામેલી સગીરા તેના નાનીના ઘરે ચાલી ગઇ હતી. જોકે ત્યાં પણ આ યુવક તેનાં ઘરની આજુબાજુ આંટા ફેરા મારતા તેની નાનીએ યુવકને ધમકાવી કાઢી મૂક્યો હતો. બાદમાં સગીરા પણ તેના ઘરે પરત આવી ગઈ હતી. પરંતુ ઘરે પરત આવ્યા બાદ પણ યુવક તેના ઘરની સામે બેસી રહી સગીરા સામે જોઈ રહેતા સગીરાનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું. આથી માનસિક રીતે પરેશાન થતા કંટાળેલી સગીરાએ યુવક સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કરી આરોપીની અટકાયત