ડીસામાં દિવ્યાંગ ભવનમાં બાળકો દ્વારા બનાવવામાં આવે છે રાખડીઓ બનાસકાંઠા : ડીસામાં અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો છે. આ સેન્ટરમાં 60થી વધુ બાળકો અલગ અલગ વ્યવસાયિક તાલીમ મેળવે છે. આ સંસ્થાનો મેન ઉદ્દેશ એ છે કે, દિવ્યાંગ બાળકો અલગ અલગ વ્યવસાયિક તાલી મેળવી સમાજ સાથે ખભે તે ખભો મિલાવી તેમજ જાતે પગભર બને તેવું કાર્ય કરવામાં આવે છે.
રાખડીઓનું વેચાણ : ડીસાના આ ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં 30થી વધુ દિવ્યાંગ બાળકો વ્યવસાયિક તાલીમ મેળવે છે. આ બાળકો પોતાના હાથે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, તહેવાર નિમિતે પેપર બાઉલ, પેપર ડિશ, દીવડા, રાખડી, સહિતની અલગ અલગ વસ્તુઓ બનાવે છે, ત્યારે આવનારા સમયમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. આ તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈના હાથમાં અવનવી ડિઝાઈનવાળી રાખડી બાંધતી હોય છે, ત્યારે ડીસાના આ ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનના બાળકો દ્વારા અવનવી ડિઝાઈનવાળી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. રાખડી તૈયાર થયા બાદ આ સેન્ટરના સ્ટાફ અને બાળકો દ્વારા સ્ટોલ બનાવી રાખડીઓનું વેચાણ કરતા હોય છે.
રાખડીઓ શીખવા માટે આટલો સમય :દિવ્યાંગ ભવનમાં જે માનસિક બીમાર અને વિકલાંગ બાળકો આવે છે તેમને રેગ્યુલર કરવા માટે સંસ્થા ખૂબ મહેનત કરી રહી છે. આવા બાળકોને રાખડીઓ અથવા તો કોઈપણ પ્રેક્ટિસ કરવામાં સમય લાગતો હોય છે, ત્યારે તેમને રાખડીઓ બનાવવામાં છ મહિના જેટલો સમયગાળો લાગે છે, ત્યારબાદ આ બાળકો રાખડીઓ બનાવે છે જે બજારમાં વેચવામાં આવે છે.
અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં છેલ્લા 5 વર્ષથી અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, ત્યારે આવનારા સમયમાં રક્ષાબંધન પર્વ પર આ સેન્ટરના દિવ્યાંગ બાળકો અવનવી ડિઝાઇન વાળી રાખડી બનાવી રહ્યા છે. આ બાળકો દ્વારા જે રાખડી બનાવવામાં આવી રહી છે. તે અલગ અલગ સંસ્થાઓના મારફતે સ્ટોલ બનાવી રાખડીનું વેચાણ કરતા હોય છે, ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોને આ બાળકો દ્વારા બનાવવામાં આવતી અવનવી ડિઝાઇનવાળી રાખડી ખરીદી કરી પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. - આનંદ દવે (દિવ્યાંગ ભવનના સુપરવાઈઝર)
આવક ક્યા વપરાય : આ અંધજન મંડળમાં આવતા વિકલાંગ વિદ્યાર્થીઓ દ્વારા દર તહેવારને લગતી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. એમાંથી મળતી આવકમાંથી 30 વિદ્યાર્થીઓને દર મહિને તેમના એકાઉન્ટમાં સીધા 2000 રૂપિયા આપવામાં આવે છે. બાકીની આવક જે હોય છે તેને આ વિદ્યાર્થીઓની પાછળ સંશોધનોમાં અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને તેમના માટે જે સગવડો ઊભી કરવાની થાય છે તેની પાછળ ખર્ચ કરવામાં આવે છે.
- Rakshabandhan 2023 : ભાઈની ઉર્જા માટે બહેનોની કલાત્મક કામગીરી, છાણમાંથી તૈયાર કરે છે રંગબેરંગી રાખડીઓ
- Bhavnagar News : ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓએ બનાવે છે પોતાની સુઝબુઝથી રાખડીઓ, જૂઓ વિડિયો...
- Raksha Bandhan 2023: રક્ષાબંધન પૂર્વે રેઝિનમાંથી બનતી રાખડી આર્થિક ઉપાર્જનનું બન્યું માધ્યમ, દુબઈથી મળ્યો ઓર્ડર