ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ ફક્ત પોતાના મનની વાત કરે છે: રાજીવ સાતવ - nitin patel

પાલનપુર: લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પર્થી ભટોળના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડીસામાં જાહેર સભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 5:46 PM IST

જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાઝ સરકાર ગણાવી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આપેલા વચનો પ્રમાણે સરકારે એક પણ વચન પૂર્ણ કર્યુ નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે.

ભાજપ ફક્ત પોતાના મનની વાત કરે છે: રાજીવ સાતવ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, PM મોદીએ સત્તામાં આવે તો વિદેશમાંથી કાળુ નાણું લાવવાની વાત કરી હતી. પરંતુ નીરવ મોદી, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી નાણા લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા. આ ઉપરાંત, તેમણે જુમલેબાઝ સરકારને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. તેમજ ભાજપ પાર્ટી માત્ર બે લોકોની પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી અનેક લોકોની પાર્ટી છે તેમ પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details