બનાસકાંઠાઃ લોકડાઉનના કારણે ઉનાળા વેકેશનના સહેલાણીઓ અને બાળકોના ગુંજનથી ધમધમતા પર્યટન સ્થળો પણ સૂમસામ બની ગયા છે. સામાન્ય રીતે ઉનાળુ વેકેશન શરૂ થાય તે પૂર્વે જ લોકો પોતાના બાળકો ક્યાં ફરવા જવા તે માટેનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે છેલ્લા અઢી મહિનાથી લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હોવાના કારણે લોકો ફરવા જઇ શક્યા નથી.
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ બન્યું પર્યટકો વગર સૂમસામ - રાજસ્થાનનું માઉન્ટ આબુ સૂમસામ
લોકડાઉનના કારણે ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓથી ધમધમતા પર્યટન સ્થળો પણ સુમસામ ભાસી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોનું સૌથી મનપસંદ અને નજીકનું રમણીય સ્થળ એટલે માઉન્ટ આબુ પણ આજે અઢી મહિનાથી સૂમસામ બની ગયું છે.
![રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ બન્યું પર્યટકો વગર સૂમસામ Mount Abu, a hill station in Rajasthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7340715-thumbnail-3x2-maunt.jpg)
ઉત્તર ગુજરાતના લોકોનું સૌથી મનપસંદ અને નજીકનું પર્યટક સ્થળ એટલે માઉન્ટ આબુ અને તે પણ આજે સહેલાણીઓ વગર વેરાન જેવું બની ગયું છે. ઉનાળુ વેકેશનમાં અહીંના રેસ્ટોરન્ટ ધમધમતા હતા, જે રસ્તાઓ સહેલાણીઓથી ઉભરાતા હતા અને માઉન્ટના ફેનસ નક્કી લેકમાં લોકોએ બોટિંગ કરવા માટે લાઇનોમાં ઉભું રહેવું પડતું હતું, જે તમામ સ્થળો આજે સૂમસામ બની ગયા છે. ખાસ કરીને માઉન્ટ આબુમાં ઉનાળા દરમિયાન જ સૌથી વધુ સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે અને અહીંના લોકોની આવકનો મુખ્ય સ્રોત પણ ઉનાળુ વેકેશન હોય છે.
પરંતુ આ વખતે હવે લોકડાઉનના કારણે જ્યારે એક પણ સહેલાણી ફરક્યું નથી તેના કારણે માઉન્ટ આબુના વેપારીઓને મોટું નુકસાન થયું છે. અહીંના વેપારીઓની આખા વર્ષની સીઝન થઈ ગઈ છે. માઉન્ટ આબુની અંદર જ અઢી મહિનાના વેકેશન દરમિયાન અંદાજે 50 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાનું વેપારીઓનું માનવું છે.