ગુજરાત

gujarat

ETV Bharat / state

યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સોને રાજસ્થાન પોલીસે ઝડપ્યા - Rajasthan Police

યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સો ઝડપાયા છે. આગ્રા થી અમદાવાદ બસમાં સોનુ, ચાંદી અને હીરાનો જથ્થો લઈને આવતા બનાસકાંઠાના 3 શખ્સો રાજસ્થાનમાં ઝડપાઈ ગયા છે. રાજસ્થાન પોલીસે રૂપિયા 3.30 કરોડનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરનારા ઝડપાયા
યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરનારા ઝડપાયા

By

Published : Nov 2, 2020, 3:48 AM IST

  • યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરનારા ઝડપાયા
  • રાજસ્થાન પોલીસે બનાસકાંઠાના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
  • પોલીસે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠાઃ કોરોના મહામારીમાં ગેરકાયદેસર સોના, ચાંદી અને હીરા જેવી કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સો ઝડપાયા છે. રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ પિંડવાડા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે ખાનગી રાહે માહિતી મળતા આગ્રા થી અમદાવાદ જઇ રહેલી બસને થોભાવી તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર સોનુ, ચાંદી અને હીરાનો જથ્થો મળી આવ્યો હતો.

યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરનારા ઝડપાયા

શખ્સો આ જથ્થો આગ્રાથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા

જિલ્લાના 3 શખ્સો આ જથ્થો આગ્રાથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન પોલીસે આ ત્રણેય શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ત્રણ કરોડ રૂપિયાનું સોનુ, ચાંદી મળી આવતા પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

રાજસ્થાન પોલીસે આ તમામ શખ્સની તપાસ કરતા ઇમરાન હાપાની, અહમદ જુબેર અને આસિફ કુંભાર હોવાનું બહાર આવ્યું હતું. જેમની પાસેથી પોલીસે 3.30 કવીંટલ ચાંદી, અડધો કિલો સોનુ અને હીરા સહિત અંદાજે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ત્રણેય સામે ગુનો નોંધી સ્વરૂપગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details